કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પાત્ર નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે. આ કાર્ડ દ્વારા દર વર્ષે ₹5 લાખ સુધીની મફત સારવારનો લાભ મળી શકે છે. Ayushman Card
8th Pay Commission
Salary Calculator App
8મા પગાર પંચ પછી તમારું પગાર કેટલું વધશે એ જાણવા માંગો છો? હવે કોઈ અંદાજ નહીં!
- Instant salary calculation
- No complex math needed
- Latest 8th Pay Commission formula
- 100% Free & easy to use
ઘણા લોકો પાસે પ્રશ્ન છે — આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું? કોણ પાત્ર છે? અને નોંધણી પ્રક્રિયા શું છે? અહીં જાણો સરળ રીતે.
શું છે આયુષ્માન કાર્ડ?
આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવે છે. કાર્ડ ધરાવનાર વ્યક્તિ સરકાર દ્વારા મંજૂર હોસ્પિટલોમાં ₹5 લાખ સુધીનું વાર્ષિક કવર મેળવી શકે છે.
Ayushman Card શું ફાયદા મળે છે?
- દર વર્ષે ₹5 લાખ સુધી મફત સારવાર
- સરકારી તેમજ પેનલમાં સમાવિષ્ટ ખાનગી હોસ્પિટલોમાં સારવાર
- કેશલેસ અને પેપરલેસ પ્રક્રિયા
- પરિવાર આધારિત કવર
આયુષ્માન કાર્ડ કેવી રીતે બનાવવું?
ઑફલાઇન પ્રક્રિયા
- તમારા નજીકના CSC (Common Service Center) પર જાઓ
- ત્યાં તમારી પાત્રતા ચકાસવામાં આવશે
- જરૂરી દસ્તાવેજોની તપાસ થશે
- માહિતી યોગ્ય હોવાનું જણાય તો અરજી પ્રક્રિયા પૂર્ણ થશે
ઑનલાઇન પ્રક્રિયા
- સત્તાવાર વેબસાઇટ: pmjay.gov.in
- “Am I Eligible” વિકલ્પ પર ક્લિક કરીને પાત્રતા તપાસો
- જરૂરી વિગતો દાખલ કરીને આગળની પ્રક્રિયા પૂર્ણ કરો
સરકાર દ્વારા “Ayushman App” મારફતે પણ નોંધણી અને સ્ટેટસ તપાસવાની સુવિધા આપવામાં આવી છે.
કોણ પાત્ર છે?
આ યોજના મુખ્યત્વે નીચેના વર્ગો માટે છે:
- અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકો
- આર્થિક રીતે નબળા વર્ગના લોકો
- ESIC લાભ ન લેતા નાગરિકો
- 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો
પાત્રતા સામાન્ય રીતે સામાજિક-આર્થિક સર્વે (SECC) ડેટા પર આધારિત હોય છે.